02 April, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક મૅચમાં પંજાબ કિંગ્સે ૩ વિકેટથી જીત મેળવીને સીઝનની શુભ શરૂઆત કરી હતી. જોકે આ ખુશીના માહોલમાં એક ખરાબ સમાચાર પણ ટીમને મળ્યા હતા. મૅચ દરમ્યાન સ્લો ઓવર-રેટ બદલ કૅપ્ટન શ્રેયસ ઐયરને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ૧૯મી સીઝનમાં આવા ગુના બદલ સજા મેળવનાર શ્રેયસ ઐયર પહેલો કૅપ્ટન બની ગયો છે. આ વિશે એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે IPLના કોડ ઑફ કન્ડક્ટમાં મિનિમમ ઓવર-રેટના ગુના માટે આર્ટિકલ ૨.૨૨ હેઠળ શ્રેયસ ઐયરની ટીમનો આ સીઝનમાં આ પહેલો ગુનો હોવાથી તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગઈ સીઝનમાં પણ શ્રેયસ ઐયરને આવા ગુના બદલ બે વાર દંડ થયો હતો. પહેલી વાર ૧૨ લાખનો અને બીજી વાર ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો હતો.