મૅથ્યુ હેડન બન્યો ગુજરાત ટાઇટન્સનો બૅટિંગ કોચ

11 March, 2026 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાત ટીમનો હેડ કૉચ આશિષ નેહરા છે

મૅથ્યુ હેડન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન શરૂ થવાને હવે માત્ર અઢારેક દિવસ બાકી છે ત્યારે દરેક ટીમે તેમનાં પ્લાનિંગ અને સ્ટ્રૅટેજીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ૨૦૨૨ની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે તેમની બૅટિંગને વધુ આક્રમક અને મજબૂત કરવા માટે ઑસ્ટ્રેલિયન લેજન્ડ બૅટર મૅથ્યુ હેડનની બૅટિંગ કોચ તરીકે નિમણૂક કરી છે. શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાત ટીમનો હેડ કૉચ આશિષ નેહરા છે. ગઈ સીઝનમાં પાર્થિવ પટેલ ટીમનો બૅટિંગ કોચ હતો અને તેને મૅથ્યુ હેડનના અસિસ્ટન્ટ તરીકે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે.

ઑસ્ટ્રેલિયા વતી મૅથ્યુ હેડન કુલ ૨૭૨ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો અને ૧૫,૦૦૦થી વધુ રન બનાવ્યા હતા. મૅથ્યુ હેડન ચેન્નઈ સુપર કિંગ્સ વતી IPL રમી ચૂક્યો છે અને ૨૦૦૯માં સૌથી વધુ રન સાથે તેણે ઑરેન્જ કૅપ જીતી હતી. 

IPL 2026 gujarat titans indian premier league cricket news sports sports news