બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL મૅચ રમાશે જ, એ રાજ્ય માટે સન્માનનો વિષય છે

09 December, 2025 11:58 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર કહે છે...

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર

કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે IPL 2026ની બૅન્ગલોરની મૅચો વિશે મોટું નિવેદન આપ્યું છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ઉજવણી દરમ્યાન થયેલી દુર્ઘટના પછી IPL સહિતની મહત્ત્વપૂર્ણ મૅચોને આ સ્ટેડિયમમાંથી ખસેડવા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘આ કર્ણાટક અને બૅન્ગલોર માટે સન્માનનો વિષય છે. અમે આગામી IPL મૅચ અહીં યોજાય એ સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈશું.આગામી દિવસોમાં જે પણ મૅચની યજમાની આવશે એને અમે મંજૂરી આપીશું. હું ક્રિકેટનો ચાહક છું. દુર્ઘટના ફરી ન બને એનું અમે ધ્યાન રાખીશું અને ખાતરી કરીશું કે સ્ટેડિયમની ગરિમા જળવાઈ રહે. કાયદાકીય માળખામાં ભીડનું સંચાલન કરીને સ્ટેડિયમનો વિકાસ કરવામાં આવશે. વધુમાં અમે વિકલ્પ તરીકે એક મોટું સ્ટેડિયમ બનાવીશું.’

IPL 2026 indian premier league m chinnaswamy stadium bengaluru cricket news sports sports news karnataka