ચેન્નઈ મૉલદીવ્ઝની નજીક છે, હું તેમની ટીમનો મેન્ટર બનવા તૈયાર છું : કૉમેન્ટેટર કેવિન પીટરસન

08 April, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2025માં કેવિન પીટરસન દિલ્હી કૅપિટલ્સનો બૅટિંગ-મેન્ટર હતો

કૉમેન્ટેટર કેવિન પીટરસન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર એક રસપ્રદ વાત લખી હતી. એક ક્રિકેટફૅને X પર ચેન્નઈ સુપર કિંગ્સને વિનંતી કરી હતી કે IPL કૉમેન્ટેટર કેવિન પીટરસનને મેન્ટર બનાવો.  

આ પોસ્ટનો જવાબ આપતાં ૪૫ વર્ષના કેવિન પીટરસને લખ્યું હતું કે ‘હા, પ્લીઝ. ચેન્નઈ મૉલદીવ્ઝની નજીક છે, મારા માટે મુસાફરી કરવી સરળ બનશે.’

IPL 2025માં કેવિન પીટરસન દિલ્હી કૅપિટલ્સનો બૅટિંગ-મેન્ટર હતો. જોકે અધવચ્ચે સીઝનની જવાબદારી છોડીને મૉલદીવ્ઝમાં વેકેશન માણવા ગયો હોવાથી પીટરસન વિશે ભારે ચર્ચા થઈ હતી. 

chennai super kings IPL 2026 indian premier league maldives cricket news sports sports news