તળિયાની ટીમો વચ્ચે આગળ વધવાની રસાકસી

26 April, 2026 09:01 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

પહેલા હાફમાં કલકત્તાને માત્ર એક અને લખનઉને બે જ જીત મળી છે

મથિશા પથીરાના

IPLની ૧૯મી સીઝનના આઠમા ડબલ હેડરની બીજી ટક્કર લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. પહેલી છ મૅચમાં પરાજિત રહ્યા બાદ રાજસ્થાન રૉયલ્સ સામે પહેલી જીત મેળવનાર કોલકાતા નાઇટ રાઇડર્સ એક અઠવાડિયાના વિરામ બાદ મેદાન પર ઊતરશે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ છેલ્લી ચાર મૅચથી હારી રહી છે. આ ટીમને સીઝનની માત્ર બે જીત હૈદરાબાદ અને કલકત્તા સામે જ મળી હતી. ટોટલ ૧૪ મૅચોમાંથી પહેલી સાત મૅચમાં અજિંક્ય રહાણે ઍન્ડ કંપની એક જીત, એક નો-રિઝલ્ટ મૅચ, ૩ પૉઇન્ટ અને -૦.૮૭૯ના નેટ રનરેટ સાથે પૉઇન્ટ-ટેબલમાં દસમા ક્રમની ટીમ છે. રિષભ પંત ઍન્ડ કંપની સાતમાંથી પાંચ મૅચમાં હાર, બે જીત, ૪ પૉઇન્ટ અને -૧.૨૭૭ના નેટ રનરેટને કારણે નવમા ક્રમે છે. એકાના સ્ટેડિયમમાં કલકત્તાની ટીમ ૨૦૨૪માં એકમાત્ર મૅચ રમી છે. આ મૅચમાં કલકત્તાએ લખનઉ સામે ૯૮ રનને શાનદાર જીત મેળવી હતી. લખનઉની ટીમ પોતાના આ હોમગ્રાઉન્ડ પર ૨૪માંથી ૯ મૅચ જીતી છે, ૧૪ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. વર્તમાન સીઝનની ત્રણ મૅચ સહિત તેઓ સતત સાત મૅચથી હારી રહ્યા છે.

મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

લખનઉની જીત

કલકત્તાની જીત

મથિશા પથીરાનાની એન્ટ્રીથી પર્પલ બ્રિગેડ બનશે પાવરફુલ

શ્રીલંકાનો યંગ ફાસ્ટ બોલર મથિશા પથીરાના પોતાની નવી IPL ટીમ કલકત્તા માટે રમવા માટે તૈયાર છે. ૧૮ કરોડ રૂપિયાનો આ ખેલાડી અડધી સીઝનમાં ઇન્જરીઓને કારણે જોડાઈ શક્યો નહોતો. તેના ઘાતક યૉર્કર્સ પર્પલ બ્રિગેડને વધુ પાવરફુલ બનાવશે. અગાઉ ૨૩ વર્ષનો આ બોલર ચેન્નઈ માટે ૩૨ મૅચમાં ૪૭ વિકેટ લઈ ચૂક્યો છે.

અડધી સીઝન બાદ મિચલ સ્ટાર્ક અને લૉકી ફર્ગ્યુસન આવ્યા ભારત

દિલ્હી કૅપિટલ્સ અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર્સ અનુક્રમે મિચલ સ્ટાર્ક અને લૉકી ફર્ગ્યુસન અડધી સીઝન બાદ ભારત આવી પહોંચ્યા છે. જોકે બન્ને ગઈ કાલની બપોરની મૅચમાં રમ્યા નહોતા. બન્ને ઇમ્પૅક્ટ પ્લેયર્સના વિકલ્પોની લિસ્ટમાં પણ સામેલ નહોતા. ૧૧.૭૫ કરોડ રૂપિયાનો ઑસ્ટ્રેલિયન બોલર મિચલ સ્ટાર્ક ખભા અને કોણીની ઈજાઓમાંથી સ્વસ્થ થયા બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની મંજૂરી લઈને ભારત આવ્યો છે. બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતો ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન કૌટુંબિક કારણો અને ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે સીઝનના શરૂઆતના ભાગમાં ગેરહાજર રહ્યો હતો. 

IPL 2026 cricket news sports news sports lucknow super giants kolkata knight riders