24 April, 2026 03:03 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
બુધવારે લખનઉના માલિક સંજય ગોયનકાએ રાજસ્થાન સામે મૅચ હારી ગયા બાદ ટીમના કૅપ્ટન રિષભ પંત સાથે વાતચીત કરી હતી.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે લખનઉ સુપર જાયન્ટ્સ વિશે મોટી કમેન્ટ કરી છે. શ્રીકાંતે કહ્યું હતું કે, ‘તેમણે બિલકુલ પ્રતિબદ્ધતા બતાવી નહીં. ખરાબ ટીમની આ જ વ્યાખ્યા છે. મેં IPLના ઇતિહાસમાં આનાથી ખરાબ ટીમ ક્યારેય જોઈ નથી. તેમને સામાન્ય રીતે રમત કેવી રીતે રમવી એ ખબર નથી. તેમની પાસે ટૉમ મૂડી, કેન વિલિયમસન અને જસ્ટિન લૅન્ગર જેવા લોકો કોચિંગ ટીમમાં છે. છતાં તેમની પાસે સૌથી મૂળભૂત વ્યૂહાત્મક વિચારસરણીનો પણ અભાવ છે. જો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તો આટલો મોટો સપોર્ટ-સ્ટાફ કેમ છે? મને ખાતરી છે કે ક્રિકેટચાહકો પાસે લખનઉની ટીમની થિન્ક-ટૅન્ક કરતાં ઘણી સારી ક્રિકેટબુદ્ધિ છે.
|
IPLમાં ઘરઆંગણે સૌથી વધુ સતત હાર |
|
દિલ્હી કૅપિટલ્સ ૨૦૧૩થી ૨૦૧૫માં ૯ હાર |
|
ડેક્કન ચાર્જર્સ ૨૦૦૮થી ૨૦૧૧માં ૮ હાર |
|
ડેક્કન ચાર્જર્સ ૨૦૧૧થી ૨૦૧૨માં ૭ હાર |
|
પુણે વૉરિયર્સ ઇન્ડિયા ૨૦૧૨થી ૨૦૧૩માં ૭ હાર |
|
લખનઉ સુપર જાયન્ટ્સ ૨૦૨૫થી ૨૦૨૬માં ૭ હાર |
હેડ કોચ જસ્ટિન લૅન્ગર પોતાના વાળ સીઝન પૂરી થાય એ પહેલાં જ ગુમાવી દેશે. મેં આનાથી ખરાબ ટીમ, બૅટિંગ લાઇનઅપ અથવા કૅપ્ટન ક્યારેય જોયાં નથી.` બુધવારે રાજસ્થાને આપેલા ૧૬૦ રનના ટાર્ગેટ સામે લખનઉની ટીમ ૧૮ ઓવરમાં ૧૧૯ રને ઢેર થઈ હતી. ૭ મૅચમાંથી માત્ર બે જીતને કારણે ૨૭ કરોડ રૂપિયાના મોંઘા પ્લેયર રિષભ પંતની આ ટીમ તળિયાની ટીમ છે. દિલ્હી સામે પહેલી મૅચમાં પરાજય બાદ આ ટીમે હૈદરાબાદ અને કલકત્તા સામે જીત નોંધાવી હતી. જોકે ત્યાર બાદ સતત ચાર મૅચમાં આ ટીમને હાર મળી છે.