23 March, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ફૅન્સ માટે સ્પેશ્યલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું તેમાં હાર્દિક પંડ્યાએ ફેન્સનું અભિવાદન કર્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વર્ષે IPL ટ્રોફીના પાંચ વર્ષના દુકાળને સમાપ્ત કરવા મેદાનમાં ઊતરશે. રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી લીધા બાદ હાર્દિક પંડ્યાએ ૨૦૨૪માં ટીમને ૧૦મા ક્રમે અને ૨૦૨૫માં ક્વૉલિફાયર-ટૂ સુધી પહોંચાડી હતી. લીડર તરીકે હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવના સમર્થન સાથે છઠ્ઠી વખત મુંબઈને ટાઇટલ અપાવવા એડીચોટીનું જોર લગાવશે. આ ટીમ પાસે ખરાબ શરૂઆત છતાં ટુર્નામેન્ટમાં શાનદાર કમબૅક કરવાની ક્ષમતા છે.
મુંબઈની બૅટિંગ લાઇનઅપમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ક્વિન્ટન ડી કૉક, રાયન રિકલ્ટન, શરફેન રુધરફૉર્ડ, નમન ધીર, કોર્બિન બોર્શ જેવાં મોટાં નામ સામેલ છે. મુંબઈ પાસે T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર હાર્દિક પંડ્યા, વિલ જૅક્સ, મિચલ સૅન્ટનર જેવા ઑલરાઉન્ડર વિકલ્પો છે. જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર જેવાં મોટાં નામને કારણે ટીમનું બોલિંગ-યુનિટ મજબૂત છે. મયંક માર્કંડે, એ. એમ. ગઝનફર જેવા યંગ સ્પિનર્સ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦માં ચૅમ્પિયન બની મુંબઈની ટીમ પાંચ વખત IPL ટ્રોફી જીતનાર પહેલી ટીમ બની હતી. ૨૦૧૦માં આ ટીમ રનરઅપ રહી હતી. ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૨૩ અને ૨૦૨૫ની સીઝનમાં પ્લેઑફમાં પહોંચવામાં આ ટીમ સફળ રહી હતી. બાકીની સીઝનમાં આ ટીમ લીગ-સ્ટેજમાં જ આઉટ થઈ ગઈ હતી. ૨૦૨૨ અને ૨૦૨૪ની સીઝનમાં મુંબઈની ટીમ સૌથી તળિયાની ટીમ રહી હતી.
મૅચ - ૨૭૩
જીત - ૧૫૧
હાર - ૧૨૧
નો-રિઝલ્ટ - ૧
જીતની ટકાવારી - ૫૫.૩૧ ટકા
આટલી ઍવરેજ ઉંમર છે મુંબઈ ઇન્ડિયન્સની વર્તમાન સ્ક્વૉડની.
આટલા રન સાથે મુંબઈ ઇન્ડિયન્સનો હાઇએસ્ટ રન-સ્કોરર છે રોહિત શર્મા.
આટલી વિકેટ સાથે લસિથ મલિંગા મુંબઈનો હાઇએસ્ટ વિકેટટેકર છે. જસપ્રીત બુમરાહ ૧૮૬ વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે.