18 November, 2025 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સને ફરી એક વખત IPL ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ૨૦૨૪માં હૈદરાબાદ ફાઇનલ મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારી ગયું હતું. જ્યારે ૨૦૨૫ની સીઝનમાં હૈદરાબાદ ૧૪માંથી માત્ર ૬ મૅચ જીતીને ૧૩ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા ક્રમે હતું.
હૈદરાબાદના કૅપ્ટન તરીકે તે ૩૦માંથી ૧૫ મૅચ જીત્યો છે. ૫૦ ટકા જીતનો રેકૉર્ડ હોવા છતાં હૈદરાબાદે ૨૦.૫ કરોડ રૂપિયાની સૅલેરીવાળા આ પ્લેયરને સતત ત્રીજી સીઝન માટે કૅપ્ટન બનાવ્યો છે. ઇન્જરીને કારણે પૅટ કમિન્સ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સતત મૅચ રમી શક્યો નથી. જોકે ઍશિઝ ટેસ્ટ-સિરીઝ માટે તે ટીમ સાથે રહીને નેટ સેશનમાં બોલિંગ-પ્રૅક્ટિસ કરીને કમબૅકની તૈયારી કરી રહ્યો છે.