પ્રૅક્ટિસ-સેશનમાં જાડેજાએ સ્ટમ્પ અને કૅમેરા તોડ્યા, દિલ્હીનો નેટ બોલર ગંભીર રીતે ઘાયલ

26 April, 2026 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રવીન્દ્ર જાડેજાએ બોલરની તરફ મારેલા એક શૉટથી કૅમેરા તૂટ્યો હતો.

પ્રૅક્ટિસ-સેશનમાં જાડેજાએ સ્ટમ્પ અને કૅમેરા તોડ્યા, દિલ્હીનો નેટ બોલર ગંભીર રીતે ઘાયલ

IPL 2026ના શનિવારના છેલ્લા ડબલ હેડર પહેલાં જયપુર અને દિલ્હીના સ્ટેડિયમમાંથી પ્રૅક્ટિસ-સેશનનાં ભયાનક દૃશ્યો સામે આવ્યાં હતાં. પંજાબ કિંગ્સ સામેની મૅચ અગાઉ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીની ટીમનો એક નેટ બોલર ઘાયલ થયો હતો. મોઢા પર બૉલ વાગ્યો હોવાથી ઘાયલ થયેલા આ નેટ બોલરને મેદાન પર ઍમ્બ્યુલન્સમાં બેસાડી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ દરમ્યાન રવીન્દ્ર જાડેજાએ બોલિંગ અને બૅટિંગ દરમ્યાન બે વસ્તુઓ તોડી હતી. તેણે બોલિંગ દરમ્યાન સ્ટમ્પ અને બૅટિંગ દરમ્યાન સોશ્યલ મીડિયા ટીમનો મોબાઇલનો કૅમેરાનો ભાગ તોડ્યો હતો. રવીન્દ્ર જાડેજાએ બોલરની તરફ મારેલા એક શૉટથી કૅમેરા તૂટ્યો હતો.

ravindra jadeja delhi capitals IPL 2026 rajasthan royals cricket news sports news sports