ઇસ બાર ટ્રોફી નંબર સિક્સ

23 March, 2026 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્માએ એકસાથે મુંબઈ ઇન્ડિયન્સના ફૅન્સને આપ્યું વચન...

તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ફૅન્સ માટે સ્પેશ્યલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું

મુંબઈના જિયો વર્લ્ડ ગાર્ડન ખાતે ૨૧ અને ૨૨ માર્ચે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ફૅન્સ માટે સ્પેશ્યલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. The Mix-મુંબઈ ઇન્ડિયન્સ એક્સ્પીરિયન્સ નામની આ ઇવેન્ટમાં પ્રખ્યાત રૅપર ડિવાઇન અને મરાઠી સિંગર સંજુ રાઠોડ સહિતના કલાકારોએ ફૅન્સને ભરપૂર મનોરંજન આપ્યું હતું. ગેમિંગ-ટ્રક સહિતની ઇન્ટરેક્ટિવ રમતોમાં ફૅન્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર સહિત ખેલાડીઓ સાથે કોચ કાઇરોન પોલાર્ડ, લસિથ મલિંગાએ મોટી સંખ્યામાં આવેલી ભીડ તરફ બૉલ, જર્સી ફેંકીને તેમને યાદગાર ગિફ્ટ આપી હતી. ઇવેન્ટ દરમ્યાન સ્ટેજ પર પાંચ વખતના IPL ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્મા, ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વર્તમાન મુંબઈ ઇન્ડિયન્સ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ એકસાથે ફૅન્સને વચન આપતાં કહ્યું હતું કે ‘ઇસ બાર ટ્રોફી નંબર સિક્સ.’

ત્રણેયને મુંબઈ ઇન્ડિયન્સને પ્રેમ અને સપોર્ટ આપતાં રહેવાની અપીલ કરી હતી. આ ઇવેન્ટમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સહિત અન્ય પ્લેયર્સના ફૅમિલી-મેમ્બર્સે પણ હાજરી આપી હતી.

IPL 2026 indian premier league mumbai indians rohit sharma hardik pandya suryakumar yadav cricket news sports sports news