05 May, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કૅરિબિયન મિસ્ટ્રી સ્પિનર સુનીલ નારાયણ હાલમાં IPLમાં ૨૦૦ વિકેટ લેનાર પહેલો વિદેશી બોલર બન્યો છે. એક જ IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આટલી વિકેટ લેનાર પણ તે પહેલો બોલર બન્યો હોવાથી ટીમના માલિક અને ઍક્ટર શાહરુખ ખાને સ્પેશ્યલ પોસ્ટ લખી હતી.
સુનીલ નારાયણ સાથેનો જૂનો ફોટો શૅર કરીને શાહરુખ ખાને લખ્યું કે ‘સુનીલ મારા મિત્ર... ૧૫ સીઝન પૂર્ણ થઈ ગઈ...૨૦૦થી વધુ વિકેટ...૩ ટાઇટલ અને વિશ્વભરમાં ઘણું બધું કલકત્તા ફ્રૅન્ચાઇઝી સાથે. તું એક જાદુગર છે અને અમે તને અમારા પોતાના પરિવારની જેમ પ્રેમ કરીએ છીએ. સ્વસ્થ રહો અને હસતા રહો.’
સૌથી વધુ આટલી T20 વિકેટ એક ટીમ માટે લેનાર બોલર બન્યો સુનીલ નારાયણ. અગાઉ ફાસ્ટ બોલર ક્રિસ વુડે હૅમ્પશાયર ટીમ માટે ૨૧૮ વિકેટ લીધી હતી.