શ્રેયસ ઐયર હોમ-ટીમને ગુડબાય કહીને મિશન-IPL માટે ઊપડ્યો

20 March, 2026 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર હવે ફરી એક વાર પોતાની ટીમને ટ્રોફીની નજીક પહોંચાડવા માટે તૈયાર થઈ ગયો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

પંજાબ કિંગ્સની ટીમ IPL 2025ની ફાઇનલ મૅચમાં બૅન્ગલોર સામે ૬ રનથી હારીને પહેલવહેલી ટ્રોફી ઉપાડતાં ચૂકી ગઈ હતી. પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર હવે ફરી એક વાર પોતાની ટીમને ટ્રોફીની નજીક પહોંચાડવા માટે તૈયાર થઈ ગયો છે.

ગઈ કાલે તેણે પપ્પા, બહેન, મમ્મી અને ડૉગી સાથેનો ફોટો શૅર કરીને તેમને હોમ-ટીમ ગણાવી હતી. ડૉગી સહિત તેની ફૅમિલી મિશન-IPL માટે પંજાબ કિંગ્સના કૅમ્પમાં જોડાવા નીકળેલા શ્રેયસ ઐયરને મુંબઈ ઍરપોર્ટ સુધી મૂકવા ગઈ હતી. 

IPL 2026 indian premier league shreyas iyer punjab kings cricket news sports sports news