08 April, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સનરાઇઝર્સ હૈદરાબાદના યંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ પોતાના સાથીક્રિકેટર હેન્રિક ક્લાસેનનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. ઈશાન કિશન સાથે હૈદરાબાદી બિરયાની ખાઈ રહ્યો હતો ત્યારે હેન્રિક ક્લાસેનનો પરસેવો છૂટી ગયો હતો. આ ઘટનાનો વિડિયો શૅર કરીને નીતીશ કુમાર રેડ્ડીએ લખ્યું હતું કે ‘હેન્રિક ક્લાસેન માત્ર હૈદરાબાદી બિરયાની જમતા સમયે જ સંઘર્ષ કરે છે.’ સાઉથ આફ્રિકાના આ બૅટરે ટીમ માટે વર્તમાન સીઝનમાં ૩ મૅચમાં હાઇએસ્ટ ૧૪૫ રન કર્યા છે.