મુંબઈ ઇન્ડિયન્સનો નંબર ટૂ T20 બૅટર બની ગયો સૂર્યકુમાર યાદવ

04 May, 2026 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્તમાન સીઝનમાં સૂર્યા ટીમ માટે બન્યો છે માથાનો દુખાવો

ફાઇલ તસવીર

T20 વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સનો નંબર ટૂ T20 બૅટર બન્યો છે. ૧૨૩ મૅચમાં બે સેન્ચુરી અને ૨૯ ફિફ્ટીના આધારે ૧૫૧.૧૫ના સ્ટ્રાઇક-રેટથી ૩૯૩૩ રન કરીને સૂર્યા મુંબઈ માટે આ મુકામ પર પહોંચ્યો હતો. અગાઉ કાઇરન પોલાર્ડ ૨૧૧ મૅચમાં ૧૮ ફિફ્ટીની મદદથી ૩૯૧૫ રન સાથે બીજા ક્રમાંકે હતો. રોહિત શર્મા ૨૪૦ T20 મૅચમાં ૬૨૮૬ રન સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે છે.

IPL 2025માં સૂર્યાએ મુંબઈ માટે ૧૬ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૧૬૭.૯૧ના સ્ટ્રાઇક-રેટથી રેકૉર્ડ ૭૧૭ રન કર્યા હતા, પણ વર્તમાન સીઝનમાં તે મુંબઈની ટીમ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આ સીઝનની ૯ મૅચમાં મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરીને ૨૦.૩૩ના ઍવરેજ અને ૧૪૪.૦૯ના સ્ટ્રાઇક-રેટથી સૂર્યા ૧૮૩ રન જ કરી શક્યો છે. તેનો હાઇએસ્ટ સ્કોર ૫૧ રન છે. 

IPL 2026 indian premier league mumbai indians suryakumar yadav kieron pollard rohit sharma cricket news sports sports news