IPL Updates: પ્રિયાંશ આર્યની સિક્સરથી ઘાયલ થયેલા વૃદ્ધ ફૅનને ધરમશાલામાં હેલ્મેટ પહેરીને મૅચ જોવાનું આમંત્રણ

04 May, 2026 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2026 Updates: હેન્રિક ક્લાસેનની પત્નીએ પહેલી વખત ફૅમિલી-ફોટો શૅર કર્યો; માસ્ટર બ્લાસ્ટરના ઘરે પહોંચ્યા લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

પંજાબ કિંગ્સની ઑનર પ્રીતિ ઝિન્ટા અને ઓપનર પ્રિયાંશ આર્યનો એક રસપ્રદ વિડિયો આવ્યો છે. ૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ દરમ્યાન મુલ્લાંપુરના સ્ટેડિયમમાં કિશનચંદ નામના પંજાબના ક્રિકેટ-ફૅન્સ પ્રિયાંશ આર્યની સિક્સરનો બૉલ વાગવાથી ઘાયલ થયા હતા. તેમની આંખ પાસે બૉલ વાગતાં સતત લોહી વહ્યું હતું એ પછી તેમને સારવારની જરૂર પડી હતી. હાલમાં  પ્રીતિ ઝિન્ટા અને પ્રિયાંશ આર્યએ વિડિયો-કૉલની મદદથી આ ઘાયલ વૃદ્ધ ફૅનના હાલચાલ પૂછ્યા હતા. પ્રીતિ ઝિન્ટાએ પંજાબ કિંગ્સના બીજા હોમ-ગ્રાઉન્ડ ધરમશાલામાં મૅચ જોવાનું આમંત્રણ આપીને રમૂજ કરતાં કહ્યું હતું કે અમે આ વખતે તમને હેલ્મેટ પહેરાવવાનું કહીશું. પંજાબની ટીમ ધરમશાલામાં હવે દિલ્હી સામે ૧૧ મે, મુંબઈ સામે ૧૪ મે અને બૅન્ગલોર સામે ૧૭ મેએ ટકરાશે.

ગુપચુપ વિડિયો લેનાર ફૅનને હેન્રિક ક્લાસેને ખખડાવ્યો, તેની પત્નીએ પહેલી વખત ફૅમિલી-ફોટો શૅર કર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદના ધુરંધર બૅટર હેન્રિક ક્લાસેનનો એક વિડિયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં આ સાઉથ આફ્રિકન ક્રિકેટર તેની ફૅમિલીનો ગુપચુપ વિડિયો લેનાર ફૅનને ખખડાવતો જોવા મળ્યો હતો. તેની ફૅમિલી હાલમાં સાઉથ આફ્રિકાથી હૈદરાબાદ પહોંચી હતી. જોકે આ વિવાદિત વિડિયો બાદ હેન્રિક ક્લાસેનની પત્ની સોન માર્ટિન્સે પહેલી વખત ફૅમિલી-ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે હેન્રિક ક્લાસેન, દીકરી લાયા અને દીકરો ઝિયાન હૈદરાબાદના એક કૅફેમાં જોવા મળ્યાં હતાં. દીકરીનો જન્મ ડિસેમ્બર ૨૦૨૨ અને દીકરાનો જન્મ માર્ચ ૨૦૨૬માં થયો હતો.

માસ્ટર બ્લાસ્ટરના ઘરે પહોંચ્યા લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ

લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મોહસિન ખાને ગઈ કાલે સચિન તેન્ડુલકરના ઘરેથી ફોટો શૅર કર્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સમાં સામેલ સચિનનો દીકરો અર્જુન તેન્ડુલકર IPLના ટ્રાવેલિંગને કારણે લાંબા સમય બાદ મુંબઈ આવ્યો હોવાથી સાથી-ખેલાડીઓને પણ ઘરે લઈ આવ્યો હતો. રિષભ પંત, મોહમ્મદ શમી, આવેશ ખાન સહિતના ખેલાડીઓએ માસ્ટર બ્લાસ્ટ સાથે ગ્રુપ-ફોટો પડાવીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. 

IPL 2026 indian premier league cricket news sports sports news punjab kings preity zinta priety zinta lucknow super giants dharamsala sunrisers hyderabad arjun tendulkar Rishabh Pant mohammed shami avesh khan