તું મરી કેમ નથી જતો?

23 March, 2026 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવા ટૉન્ટ સાથે IPL 2021માં ટ્રોલ થયો હતો વરુણ ચક્રવર્તી

વરુણ ચક્રવર્તી

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તીએ હાલમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું કોરોના પૉઝિટિવ આવ્યો ત્યારે IPL 2021ને વચ્ચેથી બંધ કરવી પડી હતી. એ સમયે લોકોએ મારા પર ભારે ગુસ્સો કાઢ્યો હતો, કારણ કે એ સમયે લોકો IPL જોઈને સમય કાઢી રહ્યા હતા.’

વરુણ ચક્રવર્તીએ વધુમાં કહ્યું હતું કે ‘લોકો ગુસ્સામાં હતા, કારણ કે IPL વચ્ચેથી અટકી ગઈ હતી. લોકો મને મેસેજ કરીને કહી રહ્યા હતા, ‘તું મરી કેમ નથી જતો?’ જોકે એ મારા માટે ખૂબ ખરાબ અનુભવ હતો.’

IPL 2019માં પંજાબ કિંગ્સ તરફથી ડેબ્યુ કર્યા બાદ છેલ્લી ૬ સીઝનથી વરુણ ચક્રવર્તી KKR માટે રમી રહ્યો છે.

IPL 2026 varun chakaravarthy kolkata knight riders ipl 2021 indian premier league cricket news sports sports news