08 April, 2026 12:21 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
વાનિન્દુ હસરંગા, મથીશા પથિરાના
શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા અને પેસ બોલર મથીશા પથિરાનાએ હજી સુધી ક્રિકેટ બોર્ડની ફિટનેસ-ટેસ્ટ પાસ કરી નથી. IPLમાં રમવા માટે જરૂરી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ માટે તે બન્ને ખેલાડીઓએ ફિટનેસ-ટેસ્ટ પાસ કરવી જરૂરી છે. ફિટનેસની સમસ્યાઓને કારણે તેઓ હજી સુધી ભારતમાં ટુર્નામેન્ટ રમવા આવી શક્યા નથી.
લખનઉ સુપર જાયન્ટ્સ બે કરોડ રૂપિયાના વાનિન્દુ હસરંગાના સ્થાને બીજા ખેલાડીઓના વિકલ્પો પર વિચાર કરે એવા સંકેત મળી રહ્યા છે, જ્યારે ૧૮ કરોડ રૂપિયાના પેસ બોલર મથીશા પથિરાનાની વાપસી માટે કોલકાતા નાઇટ રાઇડર્સ હજી પણ આશાસ્પદ છે.