22 October, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત મિશ્રાની દિલ્હી કૅપિટલ્સમાં વાપસી
૪૩ વર્ષનો અનુભવી સ્પિનર અમિત મિશ્રા દિલ્હી કૅપિટલ્સમાં પરત ફર્યો છે પણ આ વખતે તે ટીમમાં સ્પિન બોલિંગ કોચ તરીકે જોડાયો છે. તે સૌરવ ગાંગુલી (હેડ કોચ), યુવરાજ સિંહ (અસિસ્ટન્ટ કોચ) અને ચામિન્ડા વાસ (ફાસ્ટ બોલિંગ કોચ) જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોની કોચિંગ ટીમમાં સામેલ થયો છે.
અમિત મિશ્રા પાસે IPLનો બહોળો અનુભવ છે. તેણે ૨૦૦૮માં ટુર્નામેન્ટની શરૂઆતથી લઈને ૨૦૨૪ સુધીની ૧૬ સીઝનમાં ૪ ટીમો માટે કુલ ૧૬૨ મૅચો રમી છે. IPLમાં ૧૭૪ વિકેટ લેનાર અમિત મિશ્રા દિલ્હી માટે ૧૦ સીઝન રમ્યો છે. તે આજે પણ દિલ્હીનો હાઇએસ્ટ વિકેટટેકર છે. તેણે ૧૦૩ મૅચમાં ૧૧૦ વિકેટ લીધી છે. તે IPLના ઇતિહાસમાં એકમાત્ર એવો ખેલાડી છે જેણે ત્રણ હૅટ-ટ્રિક લીધી છે.
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે અમેરિકા-સ્થિત કંપની ટ્રુ નૉર્થ સ્પોર્ટ્સ વેન્ચર્સ સાથેના એના કરારમાંથી પીછેહઠ કરી છે. આ કરાર હેઠળ ૨૦૨૭માં મેજર લીગ ક્રિકેટ ફ્રૅન્ચાઇઝી શરૂ કરવાના સાહસ માટે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ હાઈ-પર્ફોર્મન્સ અને સંચાલકીય સહાય પૂરી પાડવાનું હતું.
આ કરાર એપ્રિલ ૨૦૨૫માં કરવામાં આવ્યો હતો. હાલમાં ન્યુ ઝીલૅન્ડે આ સાહસમાંથી અલગ થવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. અન્યત્ર વિસ્તરણ કરવાને બદલે ન્યુ ઝીલૅન્ડમાં જ રહેલી તકો પર સંસાધનો કેન્દ્રિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.