✕

બે વખતનો પર્પલ કૅપ વિજેતા ફાસ્ટ બોલર હર્ષલ પટેલ SRHમાંથી GTમાં ગયો, પરંતુ ૫૦ ટકા સૅલરી કપાઈ ગઈ

18 November, 2026 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2027 પહેલાં બે વખતના પર્પલ કૅપ વિજેતા હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)થી ગુજરાત ટાઇટન્સ (GT)માં ટ્રેડ કરવામાં આવ્યો છે. જોકે ૩૫ વર્ષના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની અગાઉની ૮ કરોડ રૂપિયાની સૅલરીમાં ૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

હર્ષલ પટેલ

IPL 2027 પહેલાં બે વખતના પર્પલ કૅપ વિજેતા હર્ષલ પટેલને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)થી ગુજરાત ટાઇટન્સ (GT)માં ટ્રેડ કરવામાં આવ્યો છે. જોકે ૩૫ વર્ષના ફાસ્ટ બોલર હર્ષલ પટેલની અગાઉની ૮ કરોડ રૂપિયાની સૅલરીમાં ૪ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તે ગુજરાત માટે ૪ કરોડ રૂપિયામાં રમશે. 

ગુજરાતના સાણંદમાં જન્મેલા હર્ષલ પટેલની આ પાંચમી IPL ટીમ હશે. તે ૨૦૧૨થી ૨૦૧૭ અને ૨૦૨૧થી ૨૦૨૩ વચ્ચે બૅન્ગલોર માટે, ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન દિલ્હી માટે, ૨૦૨૪માં પંજાબ માટે, ૨૦૨૫ અને ૨૦૨૬માં હૈદરાબાદ માટે રમ્યો હતો. ૪ ટીમો માટે તેણે ૧૨૪ IPL મૅચ રમીને ૧૫૧ વિકેટ લીધી છે. 

૨૦૨૧માં બૅન્ગલોર માટે ૩૨ વિકેટ અને ૨૦૨૪માં પંજાબ માટે ૨૪ વિકેટ લઈને હર્ષલ પટેલે પર્પલ કૅપ જીતી હતી. હૈદરાબાદ માટે છેલ્લી સીઝનમાં તેણે પાંચ મૅચમાં એક પણ વિકેટ લીધી નહોતી.

ipl 2027 sunrisers hyderabad gujarat titans indian cricket team cricket news sports news sports