14 July, 2026 12:15 PM IST | Manchester | Gujarati Mid-day Correspondent
મુકુલ અને અક્ષત
લખનઉ સુપર જાયન્ટ્સે આગામી સીઝન પહેલાં પોતાના બે યંગ બૅટર્સને ટ્રેઇનિંગ માટે ઇંગ્લૅન્ડના મૅન્ચેસ્ટર મોકલ્યા છે. ૨૧ જુલાઈથી ૧૬ ઑગસ્ટ દરમ્યાન રમાનારી ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ સમયે મુકુલ ચૌધરી અને અક્ષત રઘુવંશી મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સના ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લેશે.
મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો હેડ કોચ જસ્ટિન લૅન્ગર છે અને હાલમાં કેન વિલિયમસનને આ ટીમનો બૅટિંગ કોચ બનાવવામાં આવ્યો છે. રાજસ્થાનના ૨૧ વર્ષના મુકુલે અને મધ્ય પ્રદેશના ૨૨ વર્ષના અક્ષતે IPL 2026માં પોતાની બૅટિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.