18 November, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી, સૅમ કરૅન અને એમ. સિદ્ધાર્થ
રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની એક મહત્ત્વપૂર્ણ IPL પ્લેયર્સની ટ્રે઼ડ-ડીલ ગઈ કાલે કન્ફર્મ થઈ હતી. રાજસ્થાનમાંથી ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર સૅમ કરૅન ૨.૪ કરોડ રૂપિયાની વર્તમાન સૅલરીમાં લખનઉમાં જોડાશે. લખનઉમાંથી ડાબોડી સ્પિનર એમ.સિદ્ધાર્થ ૭૫ લાખ રૂપિયાની સૅલરીમાં અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ૮ કરોડ રૂપિયાની સૅલરી સાથે રાજસ્થાનમાં સામેલ થયા છે.
મોહમ્મદ શમીની અગાઉની ૧૦ કરોડ રૂપિયાની સૅલરીમાં બે કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ૨૦૧૩થી IPLમાં રમનાર મોહમ્મદ શમી સાતમી ટીમ સાથે જોડાશે. પોતાની સતત ચોથી સીઝનમાં તે ચોથી અલગ ટીમ માટે રમશે. છેલ્લી ત્રણ સીઝનમાં તે અનુક્રમે ગુજરાત, હૈદરાબાદ અને લખનઉ માટે રમ્યો છે. તે લખનઉ માટે ૧૩ મૅચમાં ૧૨ વિકેટ જ લઈ શક્યો હતો. યંગ ડાબોડી સ્પિનર એમ. સિદ્ધાર્થ ત્રણ સીઝન માટે લખનઉનો ભાગ હતો અને ૯ મૅચમાં ૯ વિકેટ લીધી હતી. IPL 2019થી રમી રહેલો સૅમ કરૅન ચેન્નઈ, પંજાબ, રાજસ્થાન પછી ચોથી IPL ટીમ લખનઉમાં જોડાશે. છેલ્લી સીઝનમાં ઇન્જરીને કારણે તે રાજસ્થાન માટે રમી શક્યો નહોતો.