દ્વિપક્ષીય સિરીઝ ઓછી થશે ત્યારે IPLમાં ૯૪ મૅચ કરવાના રસ્તા ખૂલશે: IPL ચૅરમૅન અરુણ ધુમલ

04 April, 2026 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચૅરમૅન અરુણ ધુમલે ટુર્નામેન્ટના વિસ્તરણ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘IPLને ૭૪થી ૯૪ મૅચ સુધી લઈ જવા માટે આપણને ખરેખર મોટી વિન્ડોની જરૂર છે.

IPL ચૅરમૅન અરુણ ધુમલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચૅરમૅન અરુણ ધુમલે ટુર્નામેન્ટના વિસ્તરણ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘IPLને ૭૪થી ૯૪ મૅચ સુધી લઈ જવા માટે આપણને ખરેખર મોટી વિન્ડોની જરૂર છે. ૨૦૨૭ પછી જ એક સીઝનને ૭૪ મૅચથી વધુ મોટી કરવા વિશે ચર્ચા કરવામાં આવશે.’

અરુણ ધુમલે વધુમાં કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટ માર્ચના મધ્યથી મેના અંત સુધી મર્યાદિત વિન્ડોમાં ચાલે છે. આ સમયમર્યાદાથી આગળ વધવું શક્ય નથી, કારણ કે ભારતના અમુક ભાગોમાં ચોમાસાની ઋતુ શરૂ થાય છે. આ વિન્ડોમાં મૅચોની સંખ્યા વધારવા માટે વધુ ડબલ-હેડરની જરૂર પડશે. આ બ્રૉડકાસ્ટર્સ માટે આદર્શ નથી. આપણે તેમનાં હિતોને પણ ધ્યાનમાં લેવાં જોઈએ.’

બે દેશ વચ્ચે રમાતી દ્વિપક્ષીય મૅચો વિશે કમેન્ટ કરતાં તેમણે કહ્યું હતું કે ‘દરેક રાષ્ટ્ર ઓછી દ્વિપક્ષીય મૅચ રમવાનો પ્રયાસ કરશે એવા સમયે IPL વિન્ડોને વિસ્તૃત કરવાની તક ઊભી થશે. ચોક્કસ દ્વિપક્ષીય મૅચોમાં રસ ઘટી રહ્યો છે. એથી જ વિવિધ રાષ્ટ્રો પોતાની સ્થાનિક લીગ રજૂ કરી રહ્યાં છે.’ 

IPL 2026 indian premier league international cricket council cricket news sports news