વર્લ્ડ ક્રિકેટર્સ અસોસિએશન દ્વારા ક્રિકેટ લીગનાં રૅન્કિંગ્સ જાહેર, IPL ત્રીજા સ્થાને

20 March, 2026 10:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં રમાતી ૧૦૦-૧૦૦ બૉલની ઇનિંગ્સની ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વર્લ્ડ ક્રિકેટર્સ અસોસિએશને વિશ્વભરમાં રમાતી ક્રિકેટ લીગનાં રૅન્કિંગ્સ જાહેર કર્યાં છે જેમાં IPL ત્રીજા સ્થાને છે. ઇંગ્લૅન્ડમાં રમાતી ૧૦૦-૧૦૦ બૉલની ઇનિંગ્સની ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડ આ લિસ્ટમાં પ્રથમ ક્રમે છે અને સાઉથ આફ્રિકાની SA20 લીગ બીજા ક્રમે છે. વિશ્વની સૌથી જૂની અને અમીર લીગ IPL ખેલાડીઓના વેલ્ફેર અને અધિકારીઓ જેવા મુદ્દામાં ટોચની બે ટીમથી પાછળ જોવા મળી છે.

ક્રિકેટ લીગનાં રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (BBL) ચોથા ક્રમે, પાકિસ્તાન સુપર લીગ (PSL) પાંચમા ક્રમે હતી. ત્યાર બાદ આ લિસ્ટમાં અનુક્રમે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC), ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20), કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL) અને અધુ ધાબી T20 લીગને સ્થાન મળ્યું છે. અંતિમ અને દસમા ક્રમે બંગલાદેશ પ્રીમિયર લીગ (BPL) છે.
વિમેન્સ કેટેગરીમાં માત્ર ત્રણ લીગને સ્થાન મળ્યું છે. અહીં પણ પહેલા સ્થાને ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ છે. બીજો ક્રમ ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) અને ત્રીજો ક્રમ બિગ બૅશ લીગને મળ્યો છે. 

indian premier league premier league cricket news sports sports news