આયરલૅન્ડની વન-ડે ટીમમાં ભારત સામેની T20 સિરીઝ જીતના હીરો જય મુન્દ્રાની એન્ટ્રી

29 July, 2026 03:47 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડે અફઘાનિસ્તાન સામેની પ્રથમ ત્રણ વન-ડે માટે 14 સભ્યોની ટીમ જાહેર કરી છે. ઇન્જરી બાદ કૅપ્ટન પૉલ સ્ટર્લિંગની વાપસી થઈ છે, જ્યારે રાજસ્થાનમાં જન્મેલા ફાસ્ટ બોલર જય મુન્દ્રાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

જય મુન્દ્રા

આયરલૅન્ડે પાંચ ઓગસ્ટથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની પાંચ મૅચની સિરીઝની પ્રથમ ત્રણ વન-ડે માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ૧૪ સભ્યોની ટીમમાં કૅપ્ટન પૉલ સ્ટર્લિંગે વાપસી કરી છે. તે ઇન્જરીને કારણે ભારત સામેની T20 સિરીઝમાં રમી શક્યો નહોતો.  
રાજસ્થાનમાં જન્મેલા ફાસ્ટ બોલર જય મુન્દ્રાને આયરલૅન્ડની વન-ડે ટીમમાં એન્ટ્રી મળી છે. આયરલૅન્ડની ભારત સામેની ઐતિહાસિક T20 સિરીઝ જીતમાં જય મુન્દ્રાએ મોટી ભૂમિકા ભજવી હતી. આયરલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરીને જય મુન્દ્રાએ એ સિરીઝમાં પાંચ મોટી વિકેટ લીધી હતી. 

ireland afghanistan cricket news sports news sports