ભૂતપૂર્વ ક્રિકેટરો જાહેર કરવા માંડ્યા T20 વર્લ્ડ કપની પોતપોતાની ટીમ

25 April, 2024 07:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૯ વર્ષના ઇરફાન પઠાણે આ ટીમમાં સંજુ સૅમસન અને કે. એલ. રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને સામેલ નથી કર્યા

ઈરફાન પઠાણ , વીરેન્દ્ર સેહવાગ

ઇરફાન પઠાણની ટીમ
IPLની ક્રિકેટ-ઍક્શન વચ્ચે T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ માટે ભારે ચર્ચા થઈ રહી છે. ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર અને IPL કૉમેન્ટેટર ઇરફાન પઠાણે T20 વર્લ્ડ કપ 2024 માટેની પોતાની પસંદગીની ભારતીય ટીમ જાહેર કરી છે. ૩૯ વર્ષના ઇરફાન પઠાણે આ ટીમમાં સંજુ સૅમસન અને કે. એલ. રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને સામેલ નથી કર્યા, જ્યારે હાર્દિક પંડ્યાને સારી બોલિંગ કરવાની શરતે જગ્યા મળી છે. ઇરફાન પઠાણનું આ અનુમાન કેટલું સાચું સાબિત થશે એ તો આવનારો સમય જ કહેશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ઇરફાન પઠાણની ૧૫ સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિન્કુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

વીરેન્દર સેહવાગની ટીમ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન અને કૅપ્ટન ઍડમ ગિલક્રિસ્ટ સાથે એક પૉડકાસ્ટ પર વાતચીત કરતાં ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન વીરેન્દર સેહવાગે T20 વર્લ્ડ કપ માટેની પોતાની ભારતીય પ્લેઇંગ ઇલેવન પસંદ કરી હતી. આ પ્લેઇંગ ઇલેવનમાં તેણે વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યાને IPLમાં ખરાબ પ્રદર્શન કરવા બદલ સ્થાન નથી આપ્યું. સેહવાગે હાર્દિક પંડ્યાના સ્થાને શિવમ દુબે અથવા રિન્કુ સિંહને લોઅર મિડલ ઑર્ડર બૅટર તરીકે શ્રેષ્ઠ માન્યા છે. 

T20 વર્લ્ડ કપ માટે વીરેન્દર સેહવાગની પ્લેઇંગ ઇલેવન : રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), રિન્કુ સિંહ/શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, સંદીપ શર્મા.

sports news sports cricket news IPL 2024 virender sehwag irfan pathan