અર્શદીપ સિંહના પ્રેમપ્રકરણનું સૉફ્ટ લૉન્ચ

06 April, 2026 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જન્મેલી આ ઍક્ટ્રેસ હિન્દી અને પંજાબી મ્યુઝિક વિડિયોમાં વધુ જોવા મળી છે. અગાઉ તે પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પણ પહોંચી હતી.

અર્શદીપ સિંહ અને સમરીન કૌર

પંજાબ કિંગ્સના પેસ બોલર અર્શદીપ સિંહે IPL 2026 વચ્ચે પોતાના પ્રેમપ્રકરણનું સૉફ્ટ લૉન્ચ કરી દીધું છે. ૨૭ વર્ષના આ ભારતીય પેસ બોલરે સ્નૅપચૅટ પર પોતાના હાથમાં એક મહિલાના હાથ સાથેનો એક ફોટો શૅર કર્યો હતો. મહિલાના હાથના એક નાનકડા ટૅટૂ પરથી એક અજ્ઞાત વ્યક્તિના નામ વિશે મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર આવું જ ટૅટૂ ૨૬ વર્ષની ઍક્ટ્રેસ અને મૉડલ સમરીન કૌરના હાથમાં પણ છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જન્મેલી આ ઍક્ટ્રેસ હિન્દી અને પંજાબી મ્યુઝિક વિડિયોમાં વધુ જોવા મળી છે. અગાઉ તે પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પણ પહોંચી હતી.

arshdeep singh cricket news sports news sports IPL 2026 punjab kings