બંગલાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે સતત બીજી T20 સિરીઝ રહી ડ્રૉ

03 May, 2026 08:54 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

165 વિકેટ સાથે ન્યુ ઝીલૅન્ડનો હાઇએસ્ટ T20 વિકેટ ટેકર બોલર બન્યો ભારતીય મૂળનો સ્પિનર ઈશ સોઢી.

બંગલાદેશનો તૌહીદ હૃદોય મૅન ઑફ ધ સિરીઝ રહ્યો હતો, T20 સિરીઝ ડ્રૉ થયા બાદ ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડનો સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન નિક કેલી અને બંગલાદેશનો કૅપ્ટન લિટન દાસ.

ગઈ કાલે યજમાન બંગલાદેશ સામે ત્રીજી T20 મૅચ ૬ વિકેટે જીતીને ન્યુ ઝીલૅન્ડે સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી હતી. મીરપુરમાં વરસાદથી પ્રભાવિત આ મૅચ ૧૫-૧૫ ઓવરની થઈ હતી. બંગલાદેશની ટીમ ૧૪.૨ ઓવરમાં ૧૦૨ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ન્યુ ઝીલૅન્ડે ૧૧.૪ ઓવરમાં ૪ વિકેટે ૧૦૪ રન કરીને જીત નોંધાવી હતી.

સિરીઝની પહેલી મૅચ બંગલાદેશે ૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીતી હતી. ૨૯ એપ્રિલે વરસાદને કારણે બીજી મૅચ રદ રહી હતી. અગાઉ બન્ને ટીમની ૨૦૨૩ની ત્રણ મૅચની સિરીઝ પણ ૧-૧થી ડ્રૉ રહી હતી. એ સમયે પણ બીજી મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. ૨૦૨૩ પહેલાં બંગલાદેશ સામેની ત્રણ સિરીઝમાંથી બે સિરીઝ ન્યુ ઝીલૅન્ડ જીત્યું હતું.

new zealand bangladesh t20 international sports news sports cricket news