18 March, 2026 03:14 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પૅટ કમિન્સ અને જૉશ હેઝલવુડ
ઑલમોસ્ટ ૧૦ દિવસની અંદર IPL 2026નો રોમાંચ શરૂ થવાનો છે. જોકે નવી સીઝન પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમ ચિંતામાં મુકાઈ છે. ઑસ્ટ્રેલિયન સ્પીડસ્ટાર જૉશ હેઝલવુડ અને પૅટ કમિન્સ ઇન્જરીમાંથી હજી સંપૂર્ણપણે ફિટ થયા ન હોવાથી IPL 2026ની શરૂઆતની કેટલીક મૅચ તેઓ ગુમાવી શકે છે. ૨૮ માર્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હૈદરાબાદ અને બૅન્ગલોરની ટક્કરથી IPL 2026નો શુભારંભ થવાનો છે. ઓપનિંગ મૅચ પહેલાં એ બન્ને ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સ ફિટ થાય એવી કોઈ શક્યતા નથી. બૅન્ગલોર માટે રમતો જૉશ હેઝલવુડ એડીની ઇન્જરીથી અને હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ હજી પીઠની ઇન્જરીમાંથી સંપૂર્ણપણે ફિટ છે કે નહીં એનું ક્લિયરન્સ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના મેડિકલ સ્ટાફ તરફથી મળ્યું નથી. બન્નેએ એ પહેલાં ઇન્જરીને કારણે T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર રહેવું પડ્યું હતું.
હૈદરાબાદના કૅપ્ટન બનવાની રેસમાં છે ઈશાન કિશન અને અભિષેક શર્મા