07 January, 2026 10:45 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
ISPLની ઓપન બસ-ટૂર
સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં આગામી ૯ જાન્યુઆરીથી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝન શરૂ થશે. સુરતીઓ વચ્ચે સ્ટ્રીટ-સ્ટાઇલ ક્રિકેટની આ લીગનો ઉત્સાહ પહોંચાડવા માટે ઓપન બસ-ટૂર કરવામાં આવી રહી છે.
ISPLની ઓપન બસ-ટૂર દરમ્યાન રોબો સ્ટ્રીટ-સ્ટાર અને મૅસ્કૉટ ગુગલીભાઈ સૌથી મોટાં આકર્ષણનાં કેન્દ્ર રહ્યાં છે. મનોરંજક રમતો રમાડીને તમામ ઉંમરના ક્રિકેટચાહકોને લીગને નિહાળવાનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. દરેક મૅચની ટિકિટ માત્ર ૯૯ રૂપિયા રાખવામાં આવી છે.