03 June, 2025 10:52 AM IST | London | Gujarati Mid-day Correspondent
૪૨ વર્ષની ઉંમરે પણ યુવા ક્રિકેટરની જેમ ધમાલ મચાવી રહ્યો છે જેમ્સ ઍન્ડરસન.
ઇંગ્લૅન્ડના હાઇએસ્ટ વિકેટટેકર બોલર જેમ્સ ઍન્ડરસને જુલાઈ ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કર્યા બાદ પણ તેનો ક્રિકેટ રમવાનો જોશ હજી યથાવત્ છે. ૪૨ વર્ષના આ ફાસ્ટ બોલરે ઇંગ્લૅન્ડની T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટના માધ્યમથી T20 ફૉર્મેટમાં ૧૧ વર્ષ બાદ વાપસી કરી હતી. તેણે ડરહામ ટીમ સામે લૅન્કેશર માટે ૧૭ રનમાં ત્રણ વિકેટ લઈને આ ફૉર્મેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઍન્ડરસન T20 ઇન્ટરનૅશનલની ૧૯ મૅચ સહિત ૪૫ મૅચમાં ૪૪ વિકેટ લઈ ચૂક્યો છે. રિટાયરમેન્ટ બાદ ઇંગ્લૅન્ડ મેન્સ ટીમ માટે સલાહકારની ભૂમિકા ભજવનાર ઍન્ડરસન IPLના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.