વન-ડે બૅટિંગ-રૅન્કિંગમાં રોહિત-કોહલીનો જલવો: ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦+ વિકેટ લેનાર બુમરાહ પ્રથમ ભારતીય

11 December, 2025 02:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મંગળવારે પ્રથમ T20માં ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને આ ફૉર્મેટમાં ૧૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. આ સાથે તે ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને ઓવરઑલ પાંચમો બોલર બની ગયો હતો.

રોહિત કોહલી અને બુમરાહ

ગઈ કાલે જાહેર થયેલા ICC વન-ડે રૅન્કિંગમાં ભારતીય ધુરંધરો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો જલવો જોવા મળ્યો હતો. રોહિત શર્માએ સાઉથ આફિકા સામેની વન-ડે સિરીઝમાં ફૉર્મ જાળવતાં તેનું નંબર વન બૅટરનું સ્થાન જાળવી રાખ્યું છે અને વિરાટ કોહલી બે સેન્ચુરી અને એક હાફ-સેન્ચુરી સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બનીને બે સ્થાનની છલાંગ લગાવીને રોહિત બાદ બીજા નંબરે પહોંચી ગયો છે. વિરાટ હવે રોહિત કરતાં માત્ર ૮ રેટિંગ-પૉઇન્ટ પાછળ છે. ભારતીય ટીમ હવે ૧૧ જાન્યુઆરીથી ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડે સિરીઝ રમશે.

ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦+ વિકેટ લેનાર બુમરાહ પ્રથમ ભારતીય

મંગળવારે પ્રથમ T20માં ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કરીને આ ફૉર્મેટમાં ૧૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરી લીધો હતો. આ સાથે તે ત્રણેય ફૉર્મેટમાં ૧૦૦+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય અને ઓવરઑલ પાંચમો બોલર બની ગયો હતો. બુમરાહ પહેલાં આ કમાલ શ્રીલંકાનો લસિથ મલિંગા, બંગલાદેશનો શાકિબ-અલ-હસન, ન્યુ ઝીલૅન્ડનો ટિમ સાઉધી અને પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિકી કરી ચૂક્યા છે. 
ભારતીયોમાં T20માં ૧૦૦ વિકેટ લેનાર અર્શદીપ સિંહ બાદ તે બીજો બોલર બન્યો હતો. આજે કદાચ હાર્દિક પંડ્યા વધુ એક વિકેટ લઈને આ ક્લબમાં સામેલ થઈ શકે છે.

rohit sharma virat kohli jasprit bumrah indian cricket team t20 international cricket news