જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડ જતાં પહેલાં અમદાવાદમાં પ્રૅક્ટિસ કરી

07 July, 2026 07:37 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૩૨ વર્ષના જસપ્રીત બુમરાહને આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં આરામ અપાયો હતો પરંતુ તે ૧૪ જુલાઈથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝથી ફરી ભારત માટે રમતો જોવા મળશે. ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ પછી બુમરાહ પ્રથમ વખત વન-ડે રમશે. 

જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડ જતાં પહેલાં અમદાવાદમાં પ્રૅક્ટિસ કરી

જસપ્રીત બુમરાહ આગામી પડકારજનક ટૂરની તૈયારી માટે અમદાવાદના ગુજરાત કૉલેજ ગ્રાઉન્ડ પર લાલ બૉલથી ટ્રેઇનિંગ કરતો જોવા મળ્યો હતો.
૩૨ વર્ષના જસપ્રીત બુમરાહને આયરલૅન્ડ-ઇંગ્લૅન્ડ સામેની T20 સિરીઝમાં આરામ અપાયો હતો પરંતુ તે ૧૪ જુલાઈથી શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝથી ફરી ભારત માટે રમતો જોવા મળશે. ૨૦૨૩ વન-ડે વર્લ્ડ કપ પછી બુમરાહ પ્રથમ વખત વન-ડે રમશે. 
આગામી ૧૫થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ-મૅચની સિરીઝ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ ટેબલમાં ભારત ૪૮.૧૫ ટકાવારી સાથે પાંચમા સ્થાને છે. જસપ્રીત બુમરાહ કરીઅરમાં પ્રથમ વખત શ્રીલંકામાં ટેસ્ટ-મૅચ રમશે

cricket news sports news sports jasprit bumrah ahmedabad ireland england