18 April, 2026 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ IPL ઇતિહાસમાં એક જ ફ્રૅન્ચાઇઝી માટે ૧૫૦ મૅચ રમનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે. તેણે ગુરુવારે વાનખેડે ખાતે પંજાબ સામે મુંબઈની મૅચ દરમ્યાન આ સિદ્ધિ મેળવી હતી. તેના પહેલાં રોહિત શર્મા અને કાઇરન પોલાર્ડ જ મુંબઈ માટે આટલી IPL મૅચ રમ્યા છે. વર્ષ ૨૦૧૩થી તેણે મુંબઈ માટે ૭.૨૭ના ઇકૉનૉમી-રેટથી હાઇએસ્ટ ૧૮૩ વિકેટ લીધી છે.
છેલ્લી સીઝનની અંતિમ મૅચથી હમણાં સુધી તેના સૌથી ખરાબ દિવસો ચાલી રહ્યા છે. તે છેલ્લી ૬ IPL મૅચમાં છેલ્લા ૧૪૬ બૉલથી વિકેટલેસ છે.