07 November, 2026 10:59 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ ક્રિષ્ના
ન્યુ ઝીલૅન્ડના લિંકનમાં આજથી ન્યુ ઝીલૅન્ડ અને ભારતની A ટીમો વચ્ચે ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝની અંતિમ મૅચ રમાશે. પહેલી બન્ને મૅચ ડ્રૉ રહી હતી. આ સિરીઝમાં રમીને ભારતીય પ્લેયર્સ સિનિયર ટીમોની બે ટેસ્ટ-મૅચની સિરીઝની તૈયારી કરી રહ્યા છે.
આજથી શરૂ થતી મૅચમાં ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજા પણ રમતો જોવા મળશે. નવેમ્બર ૨૦૨૫ પછી જસપ્રીત બુમરાહ પહેલી વખત રેડ-બૉલ મૅચ રમશે. પ્રસિદ્ધ ક્રિષ્ના હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને વાપસી કરી રહ્યો છે. વિકેટકીપર-બૅટર રિષભ પંત સ્નાયુઓના ખેંચાણની ઇન્જરીમાંથી હજી સુધી સંપૂર્ણ ફિટ થઈ શક્યો નથી.