મેં ઑફ-સ્પિન બોલિંગ, વિકેટકીપિંગ અને છઠ્ઠા નંબર પર બૅટિંગ કરી હતી

08 January, 2026 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસપ્રીત બુમરાહે કૉલેજના દિવસોને યાદ કરતાં કહ્યું...

જસપ્રીત બુમરાહની ફાઇલ તસવીર

મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં જસપ્રીત બુમરાહ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન વિકેટકીપરનાં ગ્લવ્ઝ પહેરીને કૉલેજના દિવસોને યાદ કરતો જોવા મળ્યો હતો.

જસપ્રીત બુમરાહે આ વિડિયોમાં કહ્યું હતું કે ‘કૉલેજ-મૅચમાં મારી યુનિવર્સિટી માટે એક મૅચ હતી જ્યાં મેં ઑફ-સ્પિન બોલિંગ કરી, વિકેટકીપિંગ કર્યું, સ્ટમ્પિંગ કર્યું અને છઠ્ઠા નંબર પર બૅટિંગ પણ કરી હતી. મેં બધું જ કર્યું છે.’

jasprit bumrah mumbai indians IPL 2026 indian premier league cricket news sports sports news