20 October, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી, જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહે ૨૦૧૬માં ડેબ્યુ કર્યા પછીથી રમતનાં ત્રણેય ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે ઘણી મૅચો એકલા હાથે જિતાડી આપી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલરો વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનોને તાજેતરની વાઇટ-બૉલ સિરીઝમાં રોકવામાં નિષ્ફળ ગયા.
રવિ શાસ્ત્રી કહે છે, ‘મને નથી લાગતું કે તેણે વર્લ્ડ કપ સુધી ત્રણેય ફૉર્મેટ રમવું જોઈએ. તેણે મુખ્યત્વે ટેસ્ટ-ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વન-ડે અને T20માં છૂટાછવાયા રમવું જોઈએ.’
૩૨ વર્ષના જસપ્રીત બુમરાહના વર્કલોડ બૅલૅન્સ માટે ન્યુ ઝીલૅન્ડ ટૂર પર તેને માત્ર ટેસ્ટ-સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે.