20 October, 2025 07:00 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડ સામે સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સને અચાનક ડ્રૉપ કેમ કરી?
ગઈ કાલે ઇન્દોરમાં ઇંગ્લૅન્ડ સામેની વિમેન્સ વર્લ્ડ કપ મૅચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનમાંથી મુંબઈની બૅટર જેમિમા રૉડ્રિગ્સને ડ્રૉપ કરવામાં આવી હતી. તેના સ્થાને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને એક વધારાના બોલિંગ-વિકલ્પ તરીકે રમાડવામાં આવી હતી. જેમિમાને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખવાનું અન્ય એક કારણ વર્તમાન વર્લ્ડ કપમાં તેનું નબળું પ્રદર્શન છે. તેણે ચાર મૅચમાં અનુક્રમે શૂન્ય, ૩૨, શૂન્ય અને ૩૩ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી હોવાથી વર્તમાન વર્લ્ડ કપમાં ભારત સહિત અન્ય ટીમોમાં ટૉપ-ફોરનાં અંતિમ બે સ્થાનમાં સામેલ થવા રસાકસી જોવા મળશે.