07 February, 2026 07:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યાં સુધી આ ટ્રોફી ન મળે ત્યાં સુધી અમે પ્રયાસ કરતા રહીશું : જેમિમા રૉડ્રિગ્સ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઇતિહાસમાં દિલ્હી કૅપિટલ્સ એકમાત્ર ટીમ છે જેણે ચારેય ફાઇનલ મૅચ રમી છે. જોકે મેગ લૅનિંગ બાદ જેમિમા રૉડ્રિગ્સની આગેવાનીમાં પણ આ ટીમ ચૅમ્પિયન નથી બની શકી. ટુર્નામેન્ટની ફાઇનલનો ૨૦૪ રનનો ફાઇનલ ટાર્ગેટ સેટ કરવા છતાં હાર મળતાં જેમિમા રૉડ્રિગ્સે ટ્રોફી સાથેનો ફોટો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ લખી હતી.
પચીસ વર્ષની જેમિમાએ પોતાની ફોટો-પોસ્ટમાં લખ્યું કે ‘પાછા ઊભા થઈને ફરીથી પ્રયાસ કરવો એ સૌથી મુશ્કેલ કામ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તમે ચોથી વખત દિલ તૂટવાનું દુ:ખ સહન કર્યું હોય; પરંતુ ક્યારેક ફરીથી પ્રયાસ કરવા માટે થોડી હિંમતની જરૂર પડે છે. જ્યાં સુધી આ ટ્રોફી ન મળે ત્યાં સુધી અમે પ્રયાસ કરતા રહીશું.’