વર્લ્ડ કપ ચૅમ્પિયન હર્લીન દેઓલને પગે કેમ લાગ્યો જિતેશ શર્મા?

13 December, 2025 05:18 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

આખું ક્રિકેટજગત મૂંઝવણમાં છે કે હરલીનથી ઉંમરમાં મોટો હોવા છતાં જિતેશે તેના ચરણસ્પર્શ કેમ કર્યા હતા? આ વિડિયોનો લોકો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. મોટા ભાગના લોકો એને ફક્ત એકબીજાને અભિવાદન કરવાની મૈત્રીપૂર્ણ રીત માની રહ્યા છે. 

વર્લ્ડ કપ ચૅમ્પિયન હર્લીન દેઓલને પગે કેમ લાગ્યો જિતેશ શર્મા?

મુલ્લાંપુરમાં ગુરુવારે રમાયેલી મૅચ દરમ્યાન ભારતની મહિલા-ક્રિકેટર હરલીન દેઓલ અને જિતેશ શર્માનો એક વિડિયો જબરદસ્ત વાઇરલ  થયો હતો. મેદાન પર ૩૨ વર્ષનો વિકેટકીપર-બૅટર જિતેશ શર્મા ૨૭ વર્ષની સ્ટાર બૅટર હરલીન દેઓલને પગે લાગતો જોવા મળ્યો હતો અને બદલામાં તેના માથા પર આશીર્વાદનો હાથ પણ પડ્યો હતો. 

આખું ક્રિકેટજગત મૂંઝવણમાં છે કે હરલીનથી ઉંમરમાં મોટો હોવા છતાં જિતેશે તેના ચરણસ્પર્શ કેમ કર્યા હતા? આ વિડિયોનો લોકો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. મોટા ભાગના લોકો એને ફક્ત એકબીજાને અભિવાદન કરવાની મૈત્રીપૂર્ણ રીત માની રહ્યા છે. 

યુવરાજ અને હરમનના બે સ્ટૅન્ડના અનાવરણ સાથે વર્લ્ડ કપ સ્ટાર્સને ૧૧-૧૧ લાખ રૂપિયાના ચેકથી સન્માનિત કર્યા
ગુરુવારે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી T20 મૅચ દરમ્યાન પંજાબ ક્રિકેટ અસોસિએશન અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પોતાના રાજ્યના વર્લ્ડ કપ સ્ટારને સન્માનિત કર્યા હતા. બે વખતના વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ અને વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌરના સ્ટૅન્ડનું અનાવરણ મુલ્લાંપુર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને વન-ડે વર્લ્ડ કપ જીતનાર હરમનપ્રીત કૌર, અમનજોત કૌર અને હરલીન દેઓલને ૧૧-૧૧ લાખની ઇનામી રકમનો ચેક આપ્યો હતો. 
ફીલ્ડિંગ-કોચ મુનીશ બાલીને પાંચ લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો.

jitesh sharma harmanpreet kaur yuvraj singh punjab cricket news sports news sports