ટેસ્ટ-ક્રિકેટમાં કોઈએ ૧૨ વર્ષ બાદ ૧૩,૦૦૦ રન પૂરા કર્યા

24 May, 2025 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિદ્ધિ મેળવવાના મામલે મૅચની દૃષ્ટિએ સૌથી ફાસ્ટેસ્ટ અને ઇનિંગ્સના મામલે સ્લોએસ્ટ પ્લેયર બની ગયો જો રૂટ

જો રૂટ

ઇંગ્લૅન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે બાવીસ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે. ચાર દિવસની આ એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડે બીજા દિવસે પોતાના ત્રણેય ટૉપ ઑર્ડર બૅટર્સની સેન્ચુરીના આધારે ૯૬.૩ ઓવરમાં ૬ વિકેટે ૫૬૫ રન ફટકારીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ સ્કોર સાથે હોમ ટીમ ઇંગ્લૅન્ડે ઝિમ્બાબ્વે સામે હાઇએસ્ટ ૪૭૨ રન ફટકારવાનો પોતાનો ૨૦૦૩નો રેકૉર્ડ પણ તોડ્યો હતો.

ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સમાં ૩૪ વર્ષના મિડલ ઑર્ડર બૅટર જો રૂટે ૪૪ બૉલમાં ૩૪ રન કર્યા હતા. આ નાનકડી ઇનિંગ્સની મદદથી તે ટેસ્ટ-ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો પાંચમો અને ઇંગ્લૅન્ડનો પહેલો પ્લેયર બન્યો છે. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ૧૨ વર્ષ બાદ કોઈ પ્લેયરે આ સિદ્ધિ મેળવી છે. છેલ્લે ૨૦૧૩માં સાઉથ આફ્રિકાના જૅક્સ કૅલિસે આ કમાલ કરી હતી. જો રૂટે મૅચના હિસાબે સૌથી ફાસ્ટેસ્ટ ૧૫૩ મૅચમાં ૧૩,૦૦૦ રન પૂરા કરીને જૅક્સ કૅલિસનો ૧૫૯ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો. જ્યારે ઇનિંગ્સના મામલે જો રૂટ (૨૭૯ ઇનિંગ્સ) સૌથી સ્લોએસ્ટ છે. સચિન તેન્ડુલકરે ફાસ્ટેસ્ટ ૨૬૬ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. 

ટેસ્ટ-ક્રિકેટમાં ૧૩,૦૦૦ રન કરનાર પ્લેયર્સ

સચિન તેન્ડુલકર (૧૬૩ મૅચ, ૨૬૬ ઇનિંગ્સ )    ૧૫,૯૨૧ રન
રિકી પૉન્ટિંગ (૧૬૨ મૅચ, ૨૭૫ ઇનિંગ્સ )    ૧૩,૩૭૮ રન
જૅક્સ કૅલિસ (૧૫૯ મૅચ, ૨૬૯ ઇનિંગ્સ)    ૧૩,૨૮૯ રન
રાહુલ દ્રવિડ (૧૬૦ મૅચ, ૨૭૭ ઇનિંગ્સ)    ૧૩,૨૮૮ રન
જો રૂટ (૧૫૩ મૅચ, ૨૭૯ ઇનિંગ્સ )    ૧૩,૦૦૬ રન

joe root england test cricket cricket news sports sports news