રૂટ બન્યો પ્લેયર ઑફ ધ મન્થ

14 September, 2021 05:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓમાં આ અવૉર્ડ આયરલૅન્ડના ઑલરાઉન્ડર ઇમિયર રિચર્ડસનને ગયો છે

જો રૂટ

ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર બૅટિંગ-પ્રદર્શનને કારણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાનના શાહિદ આફ્રિદીને પાછળ મૂકતા ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટને ઑગસ્ટ મહિનાનો પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. મહિલાઓમાં આ અવૉર્ડ આયરલૅન્ડના ઑલરાઉન્ડર ઇમિયર રિચર્ડસનને ગયો છે. રૂટે ઑગસ્ટમાં ભારત સામે ત્રણ ટેસ્ટમાં ૫૦૭ રન કર્યા હતા. આયરલૅન્ડની ખેલાડી રિચર્ડસને ગયા મહિને ટી૨૦ વર્લ્ડ કપ યુરો કપ ક્વૉલિફાયરમાં કુલ ૭૬ રન કરવા ઉપરાંત ૭ વિકેટ લીધી હતી.

sports sports news cricket news