27 June, 2026 03:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૉટરડૅમ ડૉકર્સ ટીમના સહ-માલિક જૉન્ટી રોડ્સ સાથે જૉન એબ્રાહમ.
બૉલીવુડ સુપરસ્ટાર જૉન એબ્રાહમ ફુટબૉલ અને મોટરસ્પોર્ટ્સ બાદ હવે ક્રિકેટ ટીમનો પણ માલિક બન્યો છે. ૫૩ વર્ષનો જૉન યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)માં રૉટરડૅમ ડૉકર્સ ટીમનો માલિક બન્યો છે. ૬ ટીમો વચ્ચેની આ લીગની પહેલી સીઝન ૨૬ ઑગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર વચ્ચે રમાશે.
ઍક્ટર અભિષેક બચ્ચનની આ લીગમાં સામેલ થયા બાદ જૉન એબ્રાહમ કહે છે, ‘ક્રિકેટમાં પ્રેરણા આપવાની, એક થવાની અને નવી તકો બનાવવાની શક્તિ છે. એ જ વાત મને યુરોપિયન T20 પ્રીમિયર લીગ વિશે સૌથી વધુ ઉત્સાહિત કરે છે. મને આ સફરનો ભાગ બનવાનો અને એક એવું પ્લૅટફૉર્મ બનાવવામાં યોગદાન આપવાનો આનંદ છે જે ક્રિકેટ પ્રતિભાની આગામી પેઢીને ઉછેરવામાં મદદ કરશે.’