16 September, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ અને મલ્ટી ટર્ફ સબ કમિટીના મેમ્બર્સ.
ચૅમ્પિયન અને રનરઅપ ટીમ સાથે ચૅરમૅન રજનીકાંત શાહ, સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રેઝરર બળવંત સંઘરાજકા, ટ્રસ્ટી હરીશ ગાંધી, જૉઇન્ટ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા અને નલિન મહેતા, કમિટી-મેમ્બર અમિત કોટક, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, કન્વીર મથુરાદાસ ભાનુશાલી, જૉઇન્ટ કન્વીનર જિતુ ઠક્કર અને નીલેશ સરવૈયા તેમ જ ક્રિકેટ અને મલ્ટી ટર્ફ સબ કમિટીના મેમ્બર્સ.
ઘાટકોપર જૉલી જિમખાનાની ક્રિકેટ સબ કમિટી તથા મલ્ટી ટર્ફ સબ કમિટી દ્વારા આયોજિત ટર્ફ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સુપરહિટ રહી હતી અને ફાઇનલમાં જૉલી લેજન્ડ ટીમને ૧૪ રનથી હરાવીને જૉલી ચૅમ્પિયન ટીમે ટ્રોફી જીતી લીધી હતી. ચૅમ્પિયન અને રનરઅપ ટીમને ટ્રોફી તથા બેસ્ટ બૅટર કેવલ દામાણી (૪૬ રન), બેસ્ટ બોલર વિરલ મહેતા (૭ વિકેટ) અને પ્લેયર ઑફ ધ મૅચ વંશ પટેલ (૪૫ રન અને બે વિકેટ)નું પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
લીગ-કમ-નૉકઆઉટ ધોરણે રવિવારે રમાયેલી આ ટુર્નામેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૧૦૦ પુરુષ અને ૨૪ મહિલા મેમ્બરની કુલ ૬ ટીમ બનાવવામાં આવી હતી અને તેમને બે ગ્રુપમાં વહેંચવામા આવી હતી. દરેક ટીમમાં ૮ પુરુષ અને બે મહિલા ખેલાડીને સામેલ કરવામાં આવ્યાં હતાં.
ટુર્નામેન્ટને મળેલા ભવ્ય પ્રતિસાદને લીધે ચૅરમૅન રજનીકાંત શાહ અને ક્રિકેટ સબ કમિટીના ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાએ આવી ટુર્નામેન્ટનું વર્ષમાં ત્રણથી ચાર વખત આયોજન કરવાનું જાહેર કર્યું છે.