06 June, 2026 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલની ફાઇલ તસવીર
ગઈ કાલે સોશ્યલ મીડિયા પર મહારાજા T20 ટ્રોફીની આગામી સીઝનના ઑક્શનની ક્લિપ વાઇરલ થઈ હતી. આ ઑક્શનમાં ભારતનો અનુભવી વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ બે લાખ રૂપિયાની બેઝ-પ્રાઇસ સાથે અનસોલ્ડ રહ્યો હતો. IPL 2026માં ૫૯૩ રન ફટકાર્યા છતાં તેને મહારાજા T20 ટ્રોફીની કોઈ ટીમે ન ખરીદ્યો એ બાબતે લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત મહારાજા T20 ટ્રોફીની આગામી સીઝન જૂન-જુલાઈમાં રમાવાની છે. આ સમયગાળા દરમ્યાન નૅશનલ ડ્યુટીમાં વ્યસ્ત હોવાથી કે. એલ. રાહુલ આ ટુર્નામેન્ટ માટે હાજર નહીં રહી શકે અને એ જ કારણસર કોઈ ટીમે કે. એલ. રાહુલ પર બોલી લગાવી નહોતી.