25 January, 2026 09:56 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસ
ન્યુ ઝીલૅન્ડના ૩૫ વર્ષના અનુભવી બૅટર કેન વિલિયમસને ૧૦ વર્ષ બાદ T20 ફ્રૅન્ચાઇઝી લીગની ટ્રોફી ઉપાડી હતી. અગાઉ તે ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ટાઇટલ જીત્યો હતો.
બંગલાદેશ પ્રીમિયર લીગમાં શુક્રવારે રાજશાહી વૉરિયર્સે ચટ્ટોગ્રામ રૉયલ્સને ફાઇનલમાં ૬૩ રને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. બંગલાદેશ પ્રીમિયર લીગમાં કેન વિલિયમસન પહેલી વખત રમ્યો હતો. બારમી સીઝનમાં કેન વિલિયમસન રાજશાહી વૉરિયર્સ સાથે અંતિમ બે મૅચ માટે જોડાયો હતો. તેણે ક્વૉલિફાયર-ટૂમાં ૪૫ રન અને ફાઇનલ મૅચમાં ૨૪ રન ફટકાર્યા હતા.