21 July, 2025 08:46 AM IST | Caribbean | Gujarati Mid-day Correspondent
T20 સિરીઝની તૈયારી દરમ્યાન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ સહિતના ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ રગ્બી રમતા જોવા મળ્યા.
૨૧ જુલાઈએ વહેલી સવારે ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થશે. યજમાન કૅરિબિયન ટીમ ટેસ્ટ-સિરીઝમાં ૩-૦ની કારમી હાર ભુલાવીને બાઉન્સબૅક કરવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ વચ્ચે બાવીસ T20 મૅચ રમાઈ છે જેમાંથી બન્ને ટીમ ૧૧-૧૧ મૅચ જીતી છે.
બન્ને ટીમ વચ્ચે પાંચ T20 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે જેમાંથી ઑસ્ટ્રેલિયાએ ૩ અને વેસ્ટ ઇન્ડીઝે એક સિરીઝ જીતી છે, જ્યારે એક સિરીઝ ડ્રૉ રહી હતી. કૅરિબિયન ટીમ છેલ્લી બે સિરીઝ સહિત ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણેય સિરીઝ હાર્યું છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના ઘરઆંગણે રમાયેલી બે સિરીઝમાંથી ૨૦૧૨માં એક સિરીઝ ડ્રૉ રહી હતી અને એક સિરીઝ ૨૦૨૧માં વેસ્ટ ઇન્ડીઝ જીત્યું હતું એટલે કે ઑસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડીઝમાં હજી T20 સિરીઝ જીતી શક્યું નથી.\\
ભારતીય સમય અનુસાર T20 સિરીઝનું શેડ્યુલ |
|
૨૧ જુલાઈ |
સવારે ૫.૩૦ વાગ્યે |
૨૩ જુલાઈ |
સવારે ૫.૩૦ વાગ્યે |
૨૬ જુલાઈ |
સવારે ૪.૩૦ વાગ્યે |
૨૭ જુલાઈ |
સવારે ૪.૩૦ વાગ્યે |
૨૯ જુલાઈ |
સવારે ૪.૩૦ વાગ્યે |