30 March, 2026 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬ માર્ચથી પાંચમી એપ્રિલ ૨૦૨૬ પોઇસર જિમખાના, કાંદિવલી-વેસ્ટ
કપોળે કૅપ્ટન મૌલિક મહેતા અને ઉમંગ શેઠની આ સીઝનની રેકૉર્ડબ્રેક ૧૪૩ રનની પાર્ટનરશિપના દમ પર માહ્યાવંશીને ૯૬ રનથી હરાવ્યું : વાગડ વિશા ઓસવાળ જૈનના વિવેક ગાલાએ ચાર વિકેટ સાથે સૌરાષ્ટ્ર લેઉવા પટેલની પાવરફુલ બૅટિંગની કમર તોડી નાખીને ટીમને અપાવ્યો ૭ વિકેટે શાનદાર વિજય : પ્રથમ વાર પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં રમી રહેલા ગુર્જર સુતારને પ્રમાણમાં આસાનીથી હરાવી દીધું બનાસકાંઠા રૂખીએ : બનાસકાંઠા રૂખી છેલ્લી પ્રી-ક્વૉર્ટરમાં કચ્છી વીસા ઓસવાળ જૈનના લોઅર ઑર્ડર બૅટર્સની ફાઇટ છતાં ૧૬ રનથી જીતવામાં સફળ થયું
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ-સિક્સ
ટૂંકો સ્કોર : બનાસકાંઠા રૂખી (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૦૪ રન – નીતિન પરમાર ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૬, જિતેશ પુરબિયા ૧૭ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે ૨૬, દેવાંશ કાજ ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૪ અને રાજ વાઘેલા ૧૪ બૉલમાં એક ફોર સાથે ૧૨ રન. ભાવિન ગાલા ૧૩ રનમાં, સમકિત સાવલા ૧૩ રનમાં, ધીર શાહ ૧૪ રનમાં એન મીત દેઢિયા ૧૭ રનમાં એક-એક વિકેટ)નો કચ્છી વીસા ઓસવાળ જૈન (૯.૪ ઓવરમાં ૮૮ રનમાં ઑલઆઉટ – ધીર શાહ ૧૧ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૫, હિતેશ નાગડા ૯ બૉલમાં બે ફોર સાથે ૯ અને મીત દેઢિયા ચાર બૉલમાં એક ફોર સાથે અણનમ ૭ રન. એક વિકેટ) સામે ૧૬ રનથી વિજય.
મૅન ઑફ ધ મૅચ : બનાસકાંઠા રૂખીનો નીતિન સોલંકી (૧૮ રનમાં ૩ વિકેટ)
ક્વૉર્ટર ફાઇનલ-વન
ટૂંકો સ્કોર : કપોળ (૧૦ ઓવરમાં ૧ વિકેટે ૧૪૩ રન – મૌલિક મહેતા ૨૮ બૉલમાં પાંચ સિક્સર અને સાત ફોર સાથે ૫૦ અને ઉમંગ શેઠ ૩૦ બૉલમાં ચાર સિક્સર અને છ ફોર સાથે અણનમ ૫૭ રન. દીપક નાગણેકર ૧૨ રનમાં એક વિકેટ)નો માહ્યાવંશી (૧૦ ઓવરમાં ૯ વિકેટે ૪૭ રન – જયેશ માહ્યાવંશી ૧૭ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૩, જિગર લીલાકર ૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ અને હિરેન વલણકર ૮ બૉલમાં એક ફોર સાથે ૮ રન. પુનિત મહેતા ૮ રનમાં ૩, દર્શન મોદી ૯ રનમાં બે તથા રિશી મહેતા ચાર રનમાં, ઉમંગ શેઠ પાંચ રનમાં અને હર્ષિત ગોરડિયા ૧૫ રનમાં એક-એક વિકેટ) સામે ૯૬ રનથી વિજય.
મૅન ઑફ ધ મૅચ : કપોળનો ઉમંગ શેઠ (૩૦ બૉલમાં અણનમ ૫૭ રન અને બે ઓવરમાં માત્ર પાંચ રનમાં એક વિકેટ)
ક્વૉર્ટર ફાઇનલ-ટૂ
ટૂંકો સ્કોર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૯૭ રન – જય કિકાણી ૨૪ બૉલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે ૪૬, શૈલેશ માણિયા ૧૩ બૉલમાં પાંચ ફોર સાથે ૨૭ અને દર્શન માંગુકિયા ૯ બૉલમાં બે ફાર સાથે ૧૧ રન. વિવેક ગાલા ૮ રનમાં ચાર, ભાવિક ગિન્દરા ૧૯ રનમાં અને પારસ વિસરિયા ૧૯ રનમાં એક-એક વિકેટ) સામે વાગડ વિશા ઓસવાળ જૈન (૮ ઓવરમાં ૩ વિકેટે ૯૯ રન – ચિરાગ નિશર ૨૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૧, ધવલ ગડા ૧૦ બૉલમાં બે ફોર સાથે ૧૬ અને કુણાલ ગડા ૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૨ રન. ઘેલો જોગાણી ૧૩ રનમાં બે વિકેટ)નો ૭ વિકેટે વિજય.
મૅન ઑફ ધ મૅચ : વાગડ વિશા ઓસવાળ જૈનનો વિવેક ગાલા (૮ રનમાં ચાર વિકેટ)
ક્વૉર્ટર ફાઇનલ-થ્રી
ટૂંકો સ્કોર : ગુર્જર સુતાર (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૬૫ રન – રિશિત મિસ્ત્રી ૧૯ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૯, દિવેશ જોલાપરા ૧૧ બૉલમાં એક ફોર સાથે ૧૧ અને હાર્દિક ગજ્જર ૧૦ બૉલમાં બે ફોર સાથે ૯ રન. ખીમજી મકવાણા ૩ રનમાં ચાર, ધવલ સોલંકી ૧૦ રનમાં બે તથા પરેશ મકવાણા ૮ રનમાં અને રાકેશ વાલંત્રા ૧૭ રનમાં એક-એક વિકેટ) સામે બનાસકાંઠા રૂખી (૭.૪ ઓવરમાં ૪ વિકેટે ૬૬ રન – કલ્પેશ ડોડિયા ૧૫ બૉલમાં બે ફોર સાથે ૧૭, નીતિન પરમાર ૬ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૧૫, જિતેશ પુરબિયા ૬ બૉલમાં બે સિક્સર સાથે ૧૩ અને રાજ વાઘેલા પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૨ રન. ધર્મેશ અનુવાડિયા ૧૫ રનમાં અને ધવલ ઘોરેચા ૧૮ રનમાં બે-બે વિકેટ)નો ૬ વિકેટે વિજય.
મૅન ઑફ ધ મૅચ : બનાસકાંઠા રૂખીનો ખીમજી મકવાણા (૩ રનમાં ચાર વિકેટ).