✕

સનરાઇઝર્સ હૈદરાબાદની ઓનર કાવ્યા મારન લગ્ન કરી રહી છે

18 October, 2026 10:26 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

કાવ્યા સન ગ્રુપના ચૅરમૅન કલાનિધિ મારનની પુત્રી છે, જેમની કુલ સંપત્તિ ૨.૬ અબજ ડૉલર (આશરે ૨૪,૬૯૨.૩૯ કરોડ રૂપિયા) અંકાઈ છે. કાવ્યા મારનની વ્યક્તિગત નેટવર્થ વિશે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી.

અનિરુદ્ધ અને કાવ્યા લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રૅન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદની ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) કાવ્યા મારન જાણીતા મ્યુઝિક-કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહી હોવાના અહેવાલોને પગલે લાઇમલાઇટમાં આવી છે. અનિરુદ્ધ અને કાવ્યા લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. આ જોડીનું વેડિંગ રિસેપ્શન ૨૧ નવેમ્બરે ચેન્નઈમાં યોજાશે. મીડિયા અહેવાલો અનુસાર આ કપલ ૧૧ નવેમ્બરે ગ્રીસમાં લગ્ન કરે એવી સંભાવના છે, જોકે બન્ને પરિવારો તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કાવ્યા સન ગ્રુપના ચૅરમૅન કલાનિધિ મારનની પુત્રી છે, જેમની કુલ સંપત્તિ ૨.૬ અબજ ડૉલર (આશરે ૨૪,૬૯૨.૩૯ કરોડ રૂપિયા) અંકાઈ છે. કાવ્યા મારનની વ્યક્તિગત નેટવર્થ વિશે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી, પરંતુ ધ ઇકોનૉમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર તેની અંગત સંપત્તિ આશરે ૪૦૯ કરોડ રૂપિયાની હોવાનો અંદાજ છે. બીજી તરફ અનિરુદ્ધ રવિચંદરની નેટવર્થ આશરે ૫૦ કરોડ રૂપિયાની હોવાનું માનવામાં આવે છે.

કાવ્યાના પિતા કલાનિધિ મારન દેશના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમણે પરિવારના પબ્લિશિંગ બિઝનેસ બાદ ૧૯૯૩માં સન ટીવી નેટવર્કની સ્થાપના કરી હતી, જેને તેમણે દેશના સૌથી મોટા પ્રાદેશિક ટેલિવિઝન નેટવર્કમાં પરિવર્તિત કર્યું હતું. આજે સન ટીવી પાસે ૩૭ ચૅનલો છે, જે દેશભરના ૧૪ કરોડથી વધુ ઘરો સુધી પહોંચ ધરાવે છે. કલાનિધિ મારન સન ગ્રુપનું સુકાન સંભાળે છે, જ્યારે કાવ્યા મારન ગ્રુપના સ્પોર્ટ્‍સ ડિવિઝન અને સનરાઇઝર્સ હૈદરાબાદની સમગ્ર કામગીરી સંભાળી રહી છે.

અનિરુદ્ધ રવિચંદરે તામિલ સિનેમાથી સંગીતસફર શરૂ કરીને દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે. તેણે મારન પરિવારના સન પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘જેલર 2’માં પણ સંગીત આપ્યું છે. થોડાં વર્ષ પહેલાં ખૂબ લોકપ્રિય થયેલું ‘વાય ધિસ કોલાવેરી D’ ગીત તેણે સંગીતબદ્ધ કર્યું હતું.

Anirudh Ravichander sunrisers hyderabad celebrity wedding chennai sports news sports indian cricket team