૧૦૦ મીટરથી વધુ અંતરની સિક્સર માટે સ્કોરમાં ૧૨ રન ઉમેરો : કેવિન પીટરસન

26 August, 2025 10:15 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

તે ૨૦૦ T20 મૅચમાં ૨૨૦ સિક્સર ફટકારી ચૂક્યો છે. જ્યારે ઇન્ટરનૅશનલ કરીઅરમાં તેના નામે ૨૭૭ મૅચમાં ૧૯૦ સિક્સર છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન કેવિન પીટરસન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન કેવિન પીટરસને હાલમાં એક રસપ્રદ નિયમ વિશે સૂચન કર્યું છે. બેબાક અંદાજ માટે જાણીતા પીટરસને કહ્યું કે ‘જો કોઈ બૅટ્સમૅન ૧૦૦ મીટરથી વધુ અંતરે સિક્સર મારે છે તો સ્કોરમાં ૧૨ રન ઉમેરવા જોઈએ. એને કારણે વધુ બૅટ્સમૅન પ્રયાસ કરશે અને ક્રિકેટમાં મનોરંજન વધશે.’

ઇતિહાસના સૌથી આક્રમક બૅટ્સમેનોમાંના એક કેવિન પીટરસન તેના રમતના દિવસોમાં સિક્સર ફટકારવામાં માસ્ટર હતો. તે ૨૦૦ T20 મૅચમાં ૨૨૦ સિક્સર ફટકારી ચૂક્યો છે. જ્યારે ઇન્ટરનૅશનલ કરીઅરમાં તેના નામે ૨૭૭ મૅચમાં ૧૯૦ સિક્સર છે.

england t20 t20 international cricket news sports news sports