૧થી ૧૧ની દરેક પોઝિશન પર બૅટિંગ કરનારો IPLનો એકમાત્ર બૅટર છે સુનીલ નારાયણ

17 April, 2025 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો એવો એકમાત્ર પ્લેયર છે જેણે તમામ ૧૧ પોઝિશન પર બૅટિંગ કરી છે. સુનીલ નારાયણ IPLની ૧૮૩ મૅચ રમ્યો છે જેમાંથી ૧૧૬ ઇનિંગ્સમાં તેણે બૅટિંગ કરી છે.

સુનીલ નારાયણ

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નો ઑલરાઉન્ડર સુનીલ નારાયણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો એવો એકમાત્ર પ્લેયર છે જેણે તમામ ૧૧ પોઝિશન પર બૅટિંગ કરી છે. સુનીલ નારાયણ IPLની ૧૮૩ મૅચ રમ્યો છે જેમાંથી ૧૧૬ ઇનિંગ્સમાં તેણે બૅટિંગ કરી છે. સુનીલે નંબર વન પોઝિશન પર ૧૫ વાર અને નંબર ટૂ પોઝિશન પર ૪૫ વાર બૅટિંગ કરી છે. ત્યાર બાદ ત્રીજા નંબરે એક વાર, ચોથા નંબરે ૮ વાર, પાંચમા નંબરે ૭ વાર, છઠ્ઠા નંબરે એક વાર, સાતમા નંબરે ૬ વાર, આઠમા નંબરે ૧૩ વાર, નવમા નંબરે ૯ વાર, દસમા નંબરે ૮ વાર અને અગિયારમા નંબરે ત્રણ વાર બૅટિંગ કરી છે સુનીલ નારાયણે. ૧૧૬ ઇનિંગ્સમાં તેણે ૨૦ વાર નૉટઆઉટ રહીને કુલ ૧૬૬૪ રન બનાવ્યા છે. તેની ઍવરેજ ખૂબ ઓછી, ૧૭.૩ રહી છે, પણ રન તેણે ૧૬૭.૨ના સારા સ્ટ્રાઇક-રેટથી બનાવ્યા છે. સુનીલ નારાયણે એક સેન્ચુરી અને ૭ હાફ સેન્ચુરી IPLમાં નોંધાવી છે.

સુનીલ નારાયણનો
IPL
માં પર્ફોર્મન્સ

૧૭૬

આટલી ફોર ફટકારી છે

૧૦૮

આટલી સિક્સર ફટકારી છે

૧૮૭

આટલી વિકેટ લીધી છે

 

kolkata knight riders sunil narine indian premier league IPL 2025 cricket news sports news